VYASAN MUKTI AND ORGAN DONATION AWARENESS PROGRAMM – NSS
કમલા નગર, આજવા રોડ સ્લમ વિસ્તારનાં બાળકો નાં લાભાર્થે વિવેક ક્લબ વડોદરા ખાતે પાયોનીયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ નાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
👉 પાયોનીયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા નાં પ્રિન્સીપાલ શ્રી ડો અલ્પેશભાઈ શાહ નાં માર્ગદર્શન હેઠળ તા. 15 ફેબ્રુઆરી 2024 થી 21 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના ની વાર્ષિક શિબિર અંતર્ગત કોલેજ નાં પ્રોફેસર અને NSS નાં પ્રોગ્રામ ઓફિસર ડો આનંદભાઈ પટેલ દ્વારા કોલેજ અને રાષ્ટ્રીય સેવા યોજના વિશે પ્રાથમિક માહિતી આપવાની સાથે બાળકોનાં માતાપિતા અને ક્લબ નાં યુવાનો ને ભારત સરકાર ની યોજના હેઠળ અંગદાન પ્રતિજ્ઞા લેવાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું.
👉 NSS નાં સ્વયંસેવકો અને પાયોનીયર કોલેજ નાં વિદ્યાર્થીઓ- ડો શિવમ, ડો સુપ્રિયા, ડો શનિ, ડો સૃષ્ટિ,અને ડો પૂર્વીશા- દ્વારા વ્યસન મુક્તિ વિશે પ્રશંસનીય રજૂઆત કરવામાં આવી.
👉 કોલેજ નાં NSS વિભાગ તરફથી ક્લબ નાં બાળકો માટે શારીરિક અને માનસિક વિકાસ ની રમતો અને પૌષ્ટિક ઠંડા પીણાં ની વ્યવસ્થા કરવામાં આવી.